/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/15125838/maxresdefault-179.jpg)
વડોદરાના અટલાદરા ગામના યુવાને પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતાં વહેલમ ગામની સીમમાં લીમડાના વૃક્ષ સાથે ફંદો બનાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે.
વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય નિકુંજ પટેલ 12મી તારીખના રોજ ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળ્યો હતો. નોકરી પર ગયેલો નિકુંજ ઘરે પરત નહિ આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. બનાવ સંદર્ભમાં 14મીએ તેના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. માંજલપુર પોલીસે નિકુંજનો મોબાઇલ ફોન ટ્રેસ કરતાં તેનું લોકેશન જંબુસર તાલુકાના વહેલમ ગામનું મળ્યું હતું. તેના પરીવારજનો તાબડતોડ વહેલમ ગામે પહોંચતાં ગામની સીમમાં લીમડાના વૃક્ષ સાથે ફાંસો ખાધેલી હાલતમાં નિકુંજ મળી આવ્યો હતો.
મૃતક નિકુંજને કરજણની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પણ તે યુવતીની સગાઇ થઇ જતાં તેણે ફાની દુનિયાને અલવિદા કહી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે. હાલ તો મૃતક નિકુંજના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.