/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/25164949/maxresdefault-313.jpg)
જામનગર શહેરમાં લોકો ઠંડીની મોસમમાં શારીરિક તંદુરસ્તીની ખૂબ જ કાળજી લઈ રહ્યા છે. હાલ કોરોના જેવી મહામારી દરમ્યાન લોકોમાં ઇમ્યુનિટી પાવર મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે, ત્યારે શાકભાજી કઠોળ અને અન્ય જડીબુટ્ટીથી બનતો સૂપ શહેરીજનો આરોગી કોરોના સામે રક્ષણ મેળવી રહ્યા છે.
હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે, ત્યારે જામનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજી, કઠોળ અને અન્ય જડીબુટ્ટીમાંથી બનતો સૂપ કોરોના સામે ઇમ્યુનિટી પાવર વધારવા તેમજ શરદી, ઉધરસ, કફ અને તાવ જેવા રોગો સામે પણ રક્ષણ મેળવવામાં ખૂબ જ લાભદાયી નિવડ્યો છે. શિયાળાની ઋતુ દરમ્યાન વહેલી સવારે જામનગરના અલગ અલગ વિસ્તારમાં જોગિંગ, વોકિંગ અને કસરત કરવા આવતા શહેરીજનોને શહેરના અશોક જેઠવા અને તેમના પરિવાર દ્વારા નજીવા દરે સૂપ વિતરણ કરવામાં આવે છે. લીલા શાકભાજીમાંથી બનતો વેજીટેબલ સૂપ બીટ, ગાજર, આમળા, હળદર અને આદુંનો સૂપ તેમજ સુંવાભાજી અને મેથીના સૂપમાં બાફેલા કઠોળ મિક્સ કરી સૂપ બનાવવામાં આવે છે, ત્યારે આ સૂપને દરરોજ 200થી વધુ શહેરીજનો આરોગી પોતાની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.