જામનગર શહેર અને જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભૂદેવ ક્રિકેટ લીગ-2022નું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં વિશાલ હોટલની બાજુમાં આવેલ કિલુભાઈ વસંતની વાડીમાં શહેર અને જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભૂદેવ ક્રિકેટ લીગ-2022 ક્રિકેટ ટુર્નામેન્ટનું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રભરમાંથી બ્રહ્મ સમાજની 20 જેટલી ક્રિકેટ ટીમો દ્વારા ભાગ લીધો હતો.
સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને બ્રહ્મ સમાજના આગેવાનો અને આયોજકો દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય વસુ ત્રિવેદી, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ નરેન્દ્ર ત્રિવેદી સહિત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
