જામનગર : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાઇ રક્તદાન શિબિર, યુવક-યુવતીઓએ કર્યું રક્તદાન

New Update
જામનગર : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાઇ રક્તદાન શિબિર, યુવક-યુવતીઓએ કર્યું રક્તદાન

જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પ દરમ્યાન મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓએ રક્તદાન કર્યું હતું.

Advertisment

જામનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહેરની વોલીએન્ટર બ્લડ બેન્ક ખાતે મોટી સંખ્યામાં યુવાધનને સાથે રાખી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના યુવાનોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે એકવાર વેક્સિન લીધા બાદ એક મહિના સુધી યુવાન રક્તદાન કરી ન શકે તે માટે વેક્સિન લીધા પહેલા જ રક્તદાન કરવું ખૂબ જરૂરી હોવાથી તેમજ થેલેસેમિયા, અકસ્માત અને અન્ય જરૂરિયાત માટે રક્તની તંગી ન સર્જાય તે માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજે 100થી વધુ યુવક અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.