જામનગર : ગુરૂગોવિંદસિંહ હોસ્પિટલમાં દૈનિક 20 હજાર લીટર ઓકિસજનનો વપરાશ

New Update
જામનગર : ગુરૂગોવિંદસિંહ હોસ્પિટલમાં દૈનિક 20 હજાર લીટર ઓકિસજનનો વપરાશ

જામનગરમાં કોરોનાનું સંક્રમણ ટોચ પર હતું ત્યારે દૈનિક 20 હજાર લિટર ઓકસીજન કોવિડ દર્દીઓ માટે વાપરવામાં આવતું હતું . અંદાજે મહિને 30 લાખ રૂપિયાની કિમંતનો ઓકસીજન દર્દીઓને અપાયો છે તેમજ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ઓકસીજનની સુવિધા જામનગર ની ગુરૂગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલને આપવામાં આવી છે

publive-image

જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય  રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કોરોનાના દર્દીઓ માટે ઓકસીજન અને વેન્ટિલેટરની સુવ્યવસ્થિત આયોજનબધ્ધ વ્યવસ્થા કરવામાં  આવી છે. સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા ડો. વંદના ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે આ વિભાગનું કામ વેન્ટિલેશન અને ઓકસિજન થેરાપી આપવાનું હોય છે દર્દીને કેટલા પ્રમાણ માં ઓકસીજન ની જરૂર છે તે આ વિભાગના તબીબો નક્કી કરે છે તેમજ દર્દીઓને કૃત્રિમ શ્વાશોશ્વાસ આપવાનું કામ એનેસ્થેસિયા વિભાગના 20 ક્લાસ વન અધિકારી તબીબો અને 50 રેસિડેન્ટ ડોકટરો દ્વારા કરવામાં આવે છે દર્દીઓને વધારે માત્રામાં ઓકસિજનની જરૂર પડે તો કોવિડ હોસ્પિટલ માં 100 જેટલા હાઇફલો નેઝલ કેન્યુલા મશીન સરકાર દ્વારા ઉપલ્બધ કરાવાયા છે જે વેન્ટિલેટરથી પણ વધુ ઓકસિજન પૂરો પાડે છે. કોરોનાનું સંક્રમણ જ્યારે ટોચ ઉપર હતું તે સમયે દૈનિક 20 હજાર લિટર ઓકસીજન ની જરૂરિયાત રહેતી હતી.