જામનગર : કોરોનાના કપરા કાળમાં હાલરી ભાનુશાલી જ્ઞાતિના યુવાઓએ કર્યું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

New Update
જામનગર : કોરોનાના કપરા કાળમાં હાલરી ભાનુશાલી જ્ઞાતિના યુવાઓએ કર્યું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

જામનગરમાં કોરોના મહામારીના કહેર વચ્ચે થેલેસેમિયાના દર્દીઓ માટે હાલરી ભાનુશાલી જ્ઞાતિના યુવાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

publive-image

જામનગરના હાલારી ભાનુશાળી જ્ઞાતિના યુવાઓ દ્વારા આજે થેલેસેમિયાના દર્દીઓ અને જરૂરિયાતમંદો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાલરી ભાનુશાળી જ્ઞાતિના તેમજ અન્ય જ્ઞાતિના યુવાન યુવતીઓએ ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશનનું કાર્ય કર્યું હતું.

ભાનુશાળી સમાજના જગદીશ જોઈશર, રાજ કાનખરા અને જિતેન્દ્રભાઈ તેમજ મિત્રો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે, આ વર્ષે પણ સરકારના સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પ દ્વારા બ્લડની 100થી વધુ બોટલો એકત્રિત કરી શહેરની ગુરુ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલને સોંપવામાં આવી હતી.

Latest Stories