જામનગર : તળાવોમાં નવા નીરના કરાયા વધામણાં

New Update
જામનગર : તળાવોમાં નવા નીરના કરાયા વધામણાં

સરકાર દ્વારા કરવામાં આવેલા સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા

છેલ્લા બે દિવસ થી મેઘ મહેર થતા અનરાધાર વરસાદ જામનગર માં વરસી રહ્યો હતો જેથી જામનગર શહેર અને જીલ્લાનાં તમામ ડેમો નવા નીરનાં આગમન થતા શહેરનાં જીવાદોરી સમાન સસોઈ ડેમ, લાખોટા તળાવ, રણજીતસાગર ડેમ એ મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ જામનગર મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત જામનગર શહેરનાં ધ્રોલ જીલ્લામાં ધ્રોલ તાલુકા ભાજપ પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની આગેવાનીમાં સરકાર દ્વારા કરવામાં આવેલા સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા તે તળાવોમાં નવા નીર આવતા નીર ના વધામણા કરવામાં આવ્યા હતા.

Latest Stories