જામનગર શહેરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આયુર્વેદ સ્વાસ્થ્ય મેળો-2021ના આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં આયુર્વેદ પોષણ, આયુર્વેદ દવાઓ અને ઔષધીઓ વિષે માહિતી અને વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આયુષ મંત્રાલય ભારત સરકાર અને આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જામનગર શહેરના ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે આયુર્વેદ સ્વાસ્થ્ય મેળો-2021નું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે, ત્યારે આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ આયુર્વેદ સ્વાસ્થ્ય મેળામાં વિનામુલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણ તથા ચીકીત્સા કેમ્પ, યોગનું પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ અને જીવન શૈલી અંગેનું માર્ગદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અંગેનું માર્ગદર્શન, ઔષધિના રોપાઓનું મફત વિતરણ સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓના ઘરગથ્થુ ઉપચારો વિવિધ ફાર્મસીઓની આયુર્વેદિક દવાઓના વિવિધ સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવશે. આ આયોજન આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તારીખ 9થી 12 ડિસેમ્બર સુધી યોજવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લે તેવી આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા અપીલ કરવામાં આવી છે.
