જામનગર: દેશની રક્ષા કરતા જવાનોને રક્ષાબંધન પર મળશે અનોખી ભેટ

જામનગર: દેશની રક્ષા કરતા જવાનોને રક્ષાબંધન પર મળશે અનોખી ભેટ
New Update

એક રાખી ફૌજી કે નામ અંતર્ગત નગરસેવિકા ડિમ્પલબેન રાવલ દ્વારા જામનગરથી બહેનોની રાખડી સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકો સુધી મોકલાશે સીયાચીન અવેરનેશ ડ્રાઇવ અને મહિલા કોર્પોરેટર દ્વારા ગત વર્ષે પણ કાર્યક્રમ યોજાયો હતો.

દેશની રક્ષા કરતા સૈનિકોની રક્ષા માટે રાખડી અને સંદેશો મોકલવા માટે શહેરની બહેનોને અવસર દેશના 130 કરોડ નાગરીકો તેમના પરિવાર સાથે નિરાંતે રહી શકે તહેવારો ઉજવી શકે અને તેમના વ્યવસાય, નોકરીમાં પ્રગતિ કરી ઉચ્ચત્તમ જીવન જીવી શકે તે માટે ટાઢ, તાપ, વરસાદ જોયા વગર પરિવારથી હજારો કીલોમીટર દુર અને ઉંચાઇઓ પર દેશની રક્ષા કરતા નૌજવાનો માટે સીયાચીન અવેરનેશ ડ્રાઇવ તેમજ વોર્ડ નં. 5 ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવિકા ડિમ્પલબેન રાવલ દ્વારા રક્ષાબંધન પર આ સૈનિકો માટે રાખડી - સંદેશો મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે.

publive-image

સીયાચીન અવેરનેશ ડ્રાઇવ (જિપ્સી મેગેજીન) અને કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા જામનગરમાં ગત વર્ષે સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકો માટે રાખડી મોકલવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને સફળતા સાંપડી હતી અને પ્રથમ પ્રયાસમાં જ જામનગરમાંથી 500 થી વધુ બહેનોની રાખડી - સંદેશાઓ સરહદ પરના જવાનોને મોકલવામાં આવ્યા હતા અને ઘણા બહેનોને સરહદ પરથી સૈનિકોએ આભાર વ્યકત કરતા ફોન અને મેસેજ કર્યા હતા

ફરી આ વર્ષે પણ જામનગરની બહેનો તેમની લાગણી, પ્રેમ, સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકો સુધી મોકલી શકશે આ માટે બહેનોએ સાવ સિમ્પલ અને હળવી (દા.ત. ગલગોટા) રાખડી મોકલી શકાશે. સાથે દેશના સૈનિકોને સંબોધી હિન્દી ભાષામાં સંદેશો-પત્ર પણ મુકી શકાશે. પ્લાસ્ટીક અને કુમકુમ નો ઉપયોગ કર્યા વગર એક કવરમાં રાખડી અને સંદેશો ડિમ્પલબેન રાવલ ઇન્દ્રપ્રસ્થ સામે, વિજય અગરબતી શોપની બાજુમાં પંચેશ્ર્વર ટાવર રોડ જામનગર સાંજે 5 થી 8 સુધીમાં તારીખ 21-7-2020 સુધીમાં પહોંચાડી આપવાનો રહેશે. આપની રાખડી દેશના સૈનિકના ઉત્સાહ અને ઉમંગમાં વધારો કરી શકશે.

#Indian Army #Jamnagar #Rakshabandhan #Rakshabandhan2020 #DimpleBen Raval #SiyaChin Awerness Drive
Here are a few more articles:
Read the Next Article