જામનગર : સ્ટોપ રેપ અને કોરોના જેવા વિષયો પર રંગોળી સ્પર્ધા યોજાઇ

જામનગર : સ્ટોપ રેપ અને કોરોના જેવા વિષયો પર રંગોળી સ્પર્ધા યોજાઇ
New Update

જામનગરમાં ભાનુ શક્તિ સહિયર ગ્રૂપ દ્વારા કોરોના, સ્ટોપ રેપ જેવા અનેક વિષયો પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના વેજુમાં હોલ ખાતે ભાનુ શક્તિ સહિયર ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાર વર્ષથી નીચેની વયના બાળકો તેમજ બહેનો મળી કુલ ૪૦ જેટલા સ્પર્ધકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. બે કલાકના સમયગાળા દરમિયાન રંગોળી પૂર્ણ કરવાની સાથે આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાને ભાનુ શક્તિ સહિયર ગ્રુપ દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.

કોરોના અને સ્ટોપ રેપ સહિતના અનેક વિષયો પર સુંદર રંગોળીનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીને જોતા આ સમગ્ર આયોજન સરકારના કોવિડ નિયમોના પાલન સાથે તમામ સ્પર્ધકોને માસ્ક પહેરવું, હાથમાં સેનીટાઇઝર કરવું વગેરે જેવી સૂચનાઓ આપવામાં આવી હતી. આ તકે મંડળના પ્રમુખ દક્ષાબેન નંદા, મંત્રી નયનાબેન મંગી, ઉપપ્રમુખ અનસુયાબેન કનખરા તેમજ મંડળના બહેનો સાથે મળી આ રંગોળી સ્પર્ધાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા.

#Connect Gujarat #Corona Virus #Jamnagar #Rangoli competition #Connect Gujarat News #Stop Rape
Here are a few more articles:
Read the Next Article