New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/03123837/WhatsApp-Image-2020-10-03-at-11.58.59-AM-e1601708943840.jpeg)
ઉત્તરપ્રદેશમાં હાથસર ગામમાં બનેલી કમકમાટી ભર્યા બનાવ જેમાં વાલ્મિકી સમાજની દીકરી પર અમાનુષી ત્રાસ ગુજરી બળાત્કાર કરવાની ઘટનાના વિરોધમાં જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા જામનગર જિલ્લા કલેકટર મારફત દેશના રાષ્ટ્રપતિને સંબોધી પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં હાથસરની ઘટનાના આરોપીઓને ત્વરિત ફાંસીની સજાની કરવા તેમજ વાલ્મિકી સમાજની ઘટનાનો ભોગ બનનાર યુવતીના પરિવારને સુરક્ષા પુરી પાડવા માંગણી કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિસદ જામનગરના જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલિયા, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા અને અન્ય કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.