JCI અંકલેશ્વર દ્વારા બે દિવસીય ‘બંધન’ યોજી સ્પેશ્યલ પ્રદર્શનનું કરાયું આયોજન

New Update
JCI અંકલેશ્વર દ્વારા બે દિવસીય ‘બંધન’ યોજી સ્પેશ્યલ પ્રદર્શનનું કરાયું આયોજન

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જે.સી.આઈ.ભવન ખાતે આજથી બે દિવસ ‘બંધન’ યોજી સ્પેશ્યલ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહોમાનોના વરદ હસ્તે રીબીન કટિંગ કરી પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનીમાં વિવિધ રાખડીઓ,ગારમેન્ટ,કોસ્મેટીક સહીતની વિવિધ વસ્તુઓ મુકવામાં આવી હતી. જે પ્રદર્શનીનું આમંત્રિત મહેમાનોએ નિહાળ્યું હતું. સદર પ્રદર્શનીમાં જે.સી.આઈ.ઝોન ડાયરેક્ટર જેસી કિંજલબેન શાહ,વિંગ ચેરપર્શન જાગૃતિ સાવલિયા,પ્રોજેક્ટ ચેરમેન કાશ્મીરા ઝાલાવાડિયા,રશ્મી વઘાસીયા અને જે.સી.આઈ.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories