અંકલેશ્વરમાં હાથ ધરાય ડ્રાઇવ

પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય

તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા

જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ

મુખ્ય માર્ગો ખુલ્લા કરાયા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં નોટીફાઇડ એરીયા ઓથોરિટી અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય હતી તો તંત્રએ ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા.

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ગુરુવારે નોટિફાઇડ ઓથોરિટી અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને જાહેર માર્ગોને દબાણમુક્ત બનાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

કાર્યવાહી દરમિયાન પોલીસે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજી વિવિધ વાહનોનું ચેકિંગ કર્યું હતું. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત નિયમોનો ભંગ કરતી કારોના કાચ પર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી.

આ સાથે નોટિફાઇડ ઓથોરિટીએ પોલીસની હાજરીમાં મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જોગર્સ પાર્કથી લઈને જલધારા ચોકડી સુધીના માર્ગ પર કરવામાં આવેલા દબાણો દૂર કરીને રસ્તાને અવરોધમુક્ત બનાવવામાં આવ્યો હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી સંયુક્ત કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો પર અસરકારક નિયંત્રણ રાખી શકાય.