અમદાવાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચનું સયુંકત ઓપરેશન, છોટા સકિલ ગેંગનો શાર્પશૂટર ઝબ્બે

New Update
અમદાવાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચનું સયુંકત ઓપરેશન, છોટા સકિલ ગેંગનો શાર્પશૂટર ઝબ્બે

ગુજરાતમાં અંડરવર્લ્ડને લગતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સયુંકત ઓપરેશન કરી કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યો છે. ગત રાત્રિએ વિનસ હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા એટીએસની ટીમે ત્યાં રેઈડ કરી હતી. આમાંથી એકે ફાયરિંગ કરતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા અને એટીએસની ટીમે ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના શાર્પશૂટરને ઝડપી લીધો હતો.

જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર શાર્પશૂટરની તપાસ શરૂ કરી છે જ્યારે ઝડપાયેલા એકને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આ શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું મનાય છે છોટા શકીલ ગેંગના 2 શાર્પશૂટર વિનસ હોટલમાં છુપાયા હોવાની બાતમીના આધારે ગત રાત્રિએ 3 વાગ્યાની આસપાસ રિલિફ રોડ પરની હોટલ વિનસ પર રેઈડ કરી હતી. ત્યાંથી એક શાર્પશૂટરને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગી ગયો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી 2 પિસ્ટલ મળી આવી છે. ઘણા સમયથી ભાજપના નેતાઓ અંડરવર્લ્ડની ગેંગના ટાર્ગેટમાં હતા અને આ ધરપકડથી મોટી સફળતા મળી છે.

સુત્રોથી જે ખબર મળી રહી છે તે મુજબ આ શાર્પશૂટરો ભાજપના નેતા ગોરધન ઝડફિયા ની હત્યા કરવા આવ્યા હતા ગોરદહન ઝડફિયા 2002 ગોધરા રમખાણો વખતે રાજયના ગૃહમંત્રી રહી ચુક્યા છે જ્યારે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટિમો પકડવા ગઈ ત્યારે શાર્પશૂટરોએ ફાયર કર્યું પણ પીએસઆઇ નીચે બેસી જતા ગોળી દીવાલમાં ઘુસી ગઈ હતી ત્યારબાદ એટીએસે આ આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી છોટા શકીલ ગેંગ સાથે જોડાયેલો છે અને ગુજરાતમાં તેના ક્યાં કનેકશન છે તે જાણવા પ્રયાસ કરી રહ્યા છીએ. હાલના તબક્કે ઈન્ટ્રોગેશનમાં વધુ વિગતો બહાર આવે પછી ખરેખર આરોપી શા માટે અહીંયા આવ્યો તે જાણી શકાશે. જો કે પ્રાથમિક તબક્કે તો ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય નેતાઓને નિશાન બનાવવા બે જણા આવ્યા હોવાનું મનાય છે પાકિસ્તાની કનેકશન બહાર આવતા રાજયની વિવિધ સુરક્ષા એજન્સીઓ જોડાય છે.

Read the Next Article

મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર કરી એન્ટ્રી, હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

New Update
rain varsad

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં 25 જુને જો વધુ સિસ્ટમન એક્ટિવ થશે તો ફરી  25 બાદ પણ ગુજરાતમાં વરસાદ અવિરત રહેશે. હાલ ઓફ શૉર ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્ય છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  

હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે 30 જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને  22થી 25 દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા કચ્છ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે . પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે. તાપી, નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. વલસાડ, ડાંગમાં વરસાદની શક્યતાને જોતા  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

Latest Stories