ભરૂચ: કોરોના વોરિયર્સ એવા પત્રકારોને મળ્યું કોરોના સામે કવચ, જુઓ આરોગ્ય વિભાગ દ્વારા શું કરાય વ્યવસ્થા

New Update
ભરૂચ: કોરોના વોરિયર્સ એવા પત્રકારોને મળ્યું કોરોના સામે કવચ, જુઓ આરોગ્ય વિભાગ દ્વારા શું કરાય વ્યવસ્થા

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા પત્રકારો માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકારોએ રસી મુકાવી કોરોના સામે કવચ મેળવ્યું હતું

વૈશ્વિક મહામારી કોરોનાએ ફરી એકવાર સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં માથુ ઊંચક્યું છે. કોરોના કાળ દરમ્યાન ચોથી જાગરીના સ્તંભ એવા પત્રકારોએ તેમની ફરજ અદા કરી હતી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ ભરૂચના રોટરી હોલ ખાતે જિલ્લાના પત્રકારો માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોરોના વોરિયર્સ એવા પત્રકારોએ રસી મુકાવી હતી. પત્રકારોએ કોરોના કાળ દરમ્યાન તંત્ર સાથે ખભેખભા મિલાવી કામ કર્યું હતું અને દરેક પળની માહિતી લોકો સુધી પહોચડવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા આમ છતા તંત્ર દ્વારા પત્રકારોને કોરોના વોરિયર્સની વ્યાખ્યામાં સમાવાયા ન હતા અને રસીકરણની પણ અલાયદી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી ત્યારે વિવિધ પત્રકાર સંગઠનોએ   #Vaccine for journalist અભિયાન શરૂ કર્યું હતું અને આ બાબતે સ્થાનિક તંત્ર ઉપરાંત રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી જેના પગલે આજરોજ પત્રકારો માટે ખા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકારોએ કોરોના સામે કવચ મેળવ્યું હતું

Latest Stories