ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં જુનાગઢ જિલ્લાના ભેસાણ કેન્દ્ર ખાતે લાંબી કતારો સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે ભારે વરસાદના કારણે મગફળીમાં ઉતારો ઓછો બેઠો હોવાથી મગફળી ખુલ્લા બજારમાં વહેંચવામાં આવે તો 14,000થી 18,000 હજારનો સુધીનો ભાવ ઉપજે છે, ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીનો ઉતારો થાય તો 21,100 રૂપિયાનો પૂરતો ભાવ મળી રહે તેમ છે.
ભેસાણ ખાતે છેલ્લા 3 દિવસથી 30 જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યો હતો. જેમાંથી 28 ખેડૂતો ખરીદી કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે આવ્યા હતા, ત્યારે ખરીદી કેન્દ્ર ખાતે સુપરવાઈઝર અધિકારીઓ દ્વારા ત્રણ વખત ઉતારો કાઢી ખેડૂતો સામે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 18,000 ગુણી ખરીદવામાં આવી ચુકી છે. તો ખેડૂતો પોતાની મગફળી ખુલ્લા બજારમાં વેપારીઓને વહેંચવાના બદલે સરકારના ટેકાના ભાવે વહેંચી રહ્યા છે. જેમાં ખેડૂતોને મળ દીઠ રૂપિયા 1055 સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.