જૂનાગઢ : વડાલ ગામે બનેવી અને સાળો કાર સાથે કૂવામાં ખાબક્યા, બંનેના મોત

New Update
જૂનાગઢ : વડાલ ગામે બનેવી અને સાળો કાર સાથે કૂવામાં ખાબક્યા, બંનેના મોત

જૂનાગઢ તાલુકાના વડાલની સીમમાં કુવામાં કાર સાથે ખાબકેલા સાળો-બનેવીના મોત,

પાંચ કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ સાડા- બનેવી અને કારને કૂવામાંથી કઢાઇ બહાર..

જૂનાગઢના વડાલ ગામની સીમમાં શુક્રવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં જેતપુરમાં રહેતો વિપુલ કડવાભાઈ ડોબરિયા ઉ.૪૫ હાલ તેના વતન ચોકી ગામે આવ્યો હતો, તેની બહેન વડાલ ગામે રહેતી હોય તે આજે પોતાના બનેવી ચેતન મોહનભાઈ દોમડીયા ઉ.૪૨ ને સાથે લઈને ચેતનની વડાલ ગામની સીમમાં આવેલ વાડીએ પોતાની હુન્ડાઈની એક્સેન્ટ કારમાં જઈ રહ્યા હતા, અને બપોરે ત્રણેક વાગ્યે વાડીમાં ઘુસતા જ ચેતને કાર શીખવા માટે ડ્રાઈવિંગ સીટ પર બેસીને કાર હંકારતા તેનાથી ૫૦ ફૂટ દુર આવેલા ૮૦ ફૂટ ઊંડા પાણી ભરેલા કુવામાં બને કાર સાથે ખાબક્યા હતા.

ઘટનાની જાણ થતા ગ્રામજનો એકત્ર થયેલ હતા અને પોલીસને જાણ કરી હતી, બાદમાં તાલુકા પોલીસ અને જૂનાગઢ ફાયર સ્ટાફ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને કાર ઊંડા કુવામાં હોવાથી અંદર ક્રેનની મદદ વડે અને ફાયર ટીમ ના અધિકારી ભૂમિતિ મિસ્ત્રી રાજીવ ગોહેલ સહિતના સ્ટાફ અને તરવૈયાઓ ઉતારીને બનેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. અંતે પાંચેક કલાકની શોધખોળ બાદ રાતે ૮ કલાકે કાર સાથે બનેના મૃતદેહ જ હાથ લાગ્યા હતા અને મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વડાલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને અરેરાટી જેવો માહોલ સર્જાયો હતો..

Latest Stories