જુનાગઢ : કોયલી-ધંધુસર વચ્ચે સર્વિસ રોડ બનાવવા માટે સ્થાનિકોની માંગ, જુઓ કેવી રીતે નોંધાવ્યો વિરોધ..!

New Update
જુનાગઢ : કોયલી-ધંધુસર વચ્ચે સર્વિસ રોડ બનાવવા માટે સ્થાનિકોની માંગ, જુઓ કેવી રીતે નોંધાવ્યો વિરોધ..!

જુનાગઢના નવા બાયપાસ રોડ પર કોયલી અને ધંધુસર વચ્ચે સર્વિસ રોડ બનાવવા માટે એક માસ અગાઉ 2 ગામના સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય નહી લેવાતા ગામના ખેડૂતો દ્વારા ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

જુનાગઢ તાલુકાના કોયલી ગ્રામ પંચાયત અને ધંધુસર ગ્રામ પંચાયત તેમજ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ગત તા. 19 ઓકટોબરના રોજ નેશનલ હાઇવે ઓથોરીટીને એક લેખિત રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, અહી બનાવવામાં આવેલ નવા બાયપાસ રોડના કારણે બન્ને ગામના રહીશોનો સીમ વિસ્તારમાં જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. જેથી હવે એક સર્વિસ રોડ બનાવી અપવાની માંગણી કરવામાં આવી હતી.

જોકે કોયલી મઠના માર્ગ પર જ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, ત્યારે આ માર્ગ અંદાજીત 12થી 15 ફૂટ જેટલો હોવાથી સાંકડા રસ્તામાં લોકોને અવરજવર કરવી શક્ય નથી. જેના કારણે વધુ 500 મીટરનો સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ પ્રત્યુતર ન મળતા સ્થાનિકો હાઇવે પર બેનરો ઉતારી આવ્યા હતા. જેમાં ખેડૂતો અને આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Latest Stories