• જીલ્લામાંથી ફરી વાર દીપડાનો આતંક સામે આવ્યો

  • આણંદપુરમાં શ્રમિકના બાળક પર દીપડાનો હુમલો

  • માતા-પિતા પાસે સુતેલા બાળકને નિશાન બનાવ્યો

  • ઇજાગ્રસ્ત બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

  • દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગ દ્વારા કવાયત

જૂનાગઢ જિલ્લાના આણંદપુર ગામમાં 4 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફવનવિભાગ દ્વારા હુમલાખોર દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે. આણંદપુર ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છેજ્યાં રાત્રિના સમયે ખેતરમાં માતા-પિતા પાસે સુતેલા બાળકને દીપડાએ નિશાન બનાવ્યો હતો. બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોચતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દીપડાએ માસૂમ બાળક પર હુમલો કરતાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફવનવિભાગ દ્વારા હુમલાખોર દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.