મહિલાઓ વચ્ચે ઝગડા થવા સામાન્ય બાબત છે પણ જુનાગઢમાં બે મહિલા નગરસેવકો એકબીજા સાથે બાખડી પડતાં કોર્પોરેશનની સામાન્યસભામાં હંગામો થઇ ગયો હતો.
જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્યસભામાં ભાજપ અને કોંગ્રેસની મહિલા કોર્પોરેટરો વચ્ચે થયેલો ઝગડો ચર્ચાની એરણે રહયો હતો. કોંગ્રેસના કોર્પોરેટર મંજુલા પરસાણા તેમના વોર્ડના પ્રશ્નો રજુ કરી રહયાં હતાં તે સમયે ભાજપના મહિલા કોર્પોરેટર સાથે બોલાચાલી થઇ હતી. બોલાચાલી દરમિયાન મંજુલાબેને અપશબ્દો બોલતાં હંગામો મચી ગયો હતો. ઘટના બાદ એકશનમાં આવેલાં મેયર ધીરૂ ગોહેલે મંજુલાબેનને બોર્ડમાંથી સસ્પેન્ડ કરતો આદેશ કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસના શહેર પ્રમુખ અમિત પટેલ સામાન્યસભા જયાં ચાલતી હતી તે હોલમાં દોડી આવ્યાં હતાં. પોલીસે અમિત પટેલ તથા અન્ય લોકોને હોલની બહાર કાઢયાં હતાં. કોંગ્રેસના સભ્યોએ મહા નગરપાલિકાના ગેટ પાસે બજેટની હોળી કરી હતી. ભાજપના મહીલા સભ્ય સાથે બોલાચાલી બાદ મંજુલાબેનનું બ્લડ પ્રેશર ઘટી જતાં 108 એમ્બયુલન્સ મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170