હાલ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પેટાચૂંટણી અગાઉ જ ફરીથી ખરીદ-વેચાણની પ્રથા શરૂ થઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા અને પ્રવક્તા કૈલાસદાન ગઢવીએ રાજીનામું આપીને પાર્ટીના નેતાઓ પર મોટો આરોપ મૂક્યો છે. કૈલાશદાન ગઢવીએ પાર્ટીમાં પક્ષ વિરોધી કામગીરી કરનારને ટિકિટ આપ્યાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે તેઓમાં નારાજગી હતી. જેથી છેવટે તેઓએ પાર્ટીમાં રહેલા પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.