Connect Gujarat
Kali Chaudas

આજે નાની દિવાળી : જાણી લો, નરક ચતુર્દશી, કાળી ચૌદશ, રૂપ ચતુર્દશીનું મહત્વ...

દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવતો દિવસ એટલે નાની દિવાળી. આ દિવસને નરકચૌદશ, રૂપચૌદશ અને કાળીચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે.

આજે નાની દિવાળી : જાણી લો, નરક ચતુર્દશી, કાળી ચૌદશ, રૂપ ચતુર્દશીનું મહત્વ...
X

દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવતો દિવસ એટલે નાની દિવાળી. આ દિવસને નરકચૌદશ, રૂપચૌદશ અને કાળીચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે. નરકચૌદશના દિવસે વ્રત કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ મનુષ્યને સૌદર્ય પ્રદાન કરે છે. આ દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને તલના તેલની માલિશ કરવી જોઈએ.

એક માન્યતા પ્રમાણે આ દિવસે સવારે સ્નાન કરી અને ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ અને સંદય સમયે યમરાજાની પૂજા અને દીપદાન કરવાથી નરકયાત્રા અને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી નરકચૌદશના દિવસે દીપદાન અને પૂજા કરવાનું વિધાન છે. નરકચૈદશના રોજ મહાકાળી માઁની આરાધના કરવાનું વિશેષ મહત્વ છે, માઁ કાળીના આશીર્વાદથી વિજય પ્રાપ્ત કરવામાં સફળતા મળે છે. ઘણી જગ્યાઓ પર રૂપચૌદશનું પર્વ યમરાજ પ્રતિ દીપદાન અને આસ્થા પ્રાપ્ત કરવા માટે મનાવવામાં આવે છે. પરંતુ બંગાળમાં રૂપચૌદશનો દિવસ માઁ કાળીના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. માટે આ દિવસને કાળીચૌદશના નામથી પણ ઓળખાય છે.

નરકચૌદશ પાછળની આ કથા પ્રાચીન સમયમાં રમતિદેવનામના એક રાજા હતા, તે પહેલા જન્મમાં ધર્માત્મા અને દાની હતા. પરંતુ તેના પાછલા જન્મના કારણે પણ આ જન્મમાં પણ ધર્માત્મા અને દાની પુરુષ હતા. પરંતુ તેનો અંતિમ સમય આવ્યો, ત્યારે યમરાજનાં દુત તેણે લેવા આવ્યા યમદૂત વારંવાર રાજાને આંખો પહોળી કરીને કહેતા હતા કે, રાજન નરકમાં ચાલો તમારે ત્યાં જ ચાલવું પડશે. એ સાંભળીને રાજા ગભરાઈ ગયા અને નરકમાં જવાનું કારણ પૂછ્યું, ત્યારે યમદૂતોએ કહ્યું કે, હે રાજન તમે જે પણ દાન પુણ્ય કર્યું છે. એતો સમગ્ર સંસાર જાણે છે. પરંતુ તમારા પાપને માત્ર ભગવાન અને ધર્મરાજ જ જાણે છે, ત્યારે રાજા બોલ્યા કે પાપનાં વિષય પર મને પણ જણાવો જેથી એણું હું પણ નિવારણ કરું ત્યારે યમરાજા બોલ્યા એકવાર તમારા દ્વારથી ભૂખથી વ્યાકુળ એક વિદ્વાન બ્રાંમણ ચાલ્યા ગયા હતા. તે કારણથી તમારે નરકમાં જવું પડશે તે શાંભડીને રાજાએ હાથ જોડીને પ્રાથના કરી કે, મને એક વર્ષનો સમય આપો જેથી હું મારી ભૂલને સુધારી શકું અને જાણે અજાણે થયેલ પાપનું પ્રાયશ્ચિત કરી શકું યમદૂતોએ તેના સત્કારને જોઈને 1 વર્ષનો સમય આપ્યો, તો બીજી તરફ, રાજા તેની ભૂલના કારણે બહુ પ્રાયશ્ચિત કરતા હતા, ત્યારે તેને ચિંતા થઈ રહી હતી કે, તે આ પાપથી ક્યારે મુક્ત થશે ત્યારે રાજાએ ઋષિઓ પાસે જઈ અને તેના પાપની મુક્તિ માટે ઉપાઈ પૂછ્યો ત્યારે ઋષિએ જનવ્યું કે, હે રાજન કાર્તિક માસની કૃષ્ણપક્ષની ચૈદશનું વ્રત કરજો તથા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરજો અને બ્રાહ્મણને ભોજન કરાવવું અને દાન આપી ક્ષમા માંગવી, ત્યારે તમે પાપ મુક્ત થઈ જશો, ત્યારે રાજાએ પૂરા મન અને વિધિવિધાન પૂર્વક વ્રત કર્યું હતું. જેથી નરકચૌદશના વ્રતના પ્રભાવથી રાજા રમતિદેવ વૈકુંઠ લોકમાં સ્થાન મળ્યું હતું.

Next Story