રાજયના આ શહેરનો 471મો સ્થાપના દિવસ ઉજવાયો, કેવો હતો માહોલ, જુઓ

New Update
રાજયના આ શહેરનો 471મો સ્થાપના દિવસ ઉજવાયો, કેવો હતો માહોલ, જુઓ
Advertisment

કચ્છના પાટનગર

Advertisment

ભુજ શહેરના 471મા

સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી. રાજવી પરિવાર અને નગરપાલિકાના ઉપક્રમે  પ્રાગમહેલ ખાતે ભુજની પાયા વિધિમાં જે

ખીલી ખોડાઈ હતી તેનું પૂજન કરવામાં આવ્યું હતું. સવંત ૧૬૦૫માં કચ્છના મહારાવ

ખેંગારજી પહેલાએ દરબાર ગઢમાં ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરી હતી.

માગસર સુદ

પાંચમ એટલે ભુજનો જન્મદિવસ.ભુજ શહેરના 471 માં સ્થાપના દિવસ નિમિતે રાજવી

Advertisment

પરિવારની ખીલી પૂજનની પરંપરા નિભાવવામાં આવી હતી.સવંત ૧૬૦૫માં કચ્છના મહારાવ

ખેંગારજી પહેલાએ દરબાર ગઢમાં ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરી હતી. દરબાર ગઢ ખાતે

આ ખીલી આજે પણ હયાત છે. દર વર્ષે તેની પૂજા કરવામાં આવે છે. રવિવારના રોજ  સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્ય નીમાબેન આચાર્ય, પાલિકા પ્રમુખ લતાબેન સોલંકી,ચેરમેન ભરત રાણા,ચીફ ઓફિસર નીતિન બોડાત,રાજવી પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ

જાડેજા,સાવજસિંહ

જાડેજા તેમજ રાજવી વંશજોના હસ્તે ખીલીનું પૂજન કરી કેક કાપવામાં આવી હતી. ભુજમાં આવેલા આયના મહેલ,પ્રાગમહેલ, સ્વામીનારાયણ મંદિર, હમીરસર તળાવ, છતરડી,મ્યુઝીયમ સહિતના અનેક સ્થળો પ્રવાસીઓ

માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ભૂકંપ બાદ બેઠું થયેલું ભુજ હવે

Advertisment

નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં વિસ્તરણ પામે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે. 

Latest Stories