ખેડા જિલ્લાના પીજ નામના નાનકડા ગામના યુવાને જીલ્લામાં બાયો સીએનજી ગેસ પ્લાન્ટનું સ્થાપન કર્યું છે. આ ગેસ આસપાસના કારખાનાઓમાં નજીવી કિંમતમાં પૂરો પાડે છે. છાણ, કચરામાંથી બનતાં આ ગેસના કારણે આસપાસના પશુપાલકો માટે નવી રોજી ઉત્પન્ન થઈ છે.
પર્યાવરણની જાળવણી થાય અને જરૂરિયાત પર પૂર્ણ થાય તેવી નવી તકનિક ખેડા જિલ્લાના નાનકડા ગામ પીજના આશિષ પટેલે કરી છે. આશિષે હાઈટેક મશીનોની મદદથી બાયો સીએનજી ગેસ પ્લાન્ટની શરૂઆત કરી છે. ખેડા જીલ્લામાં પ્રથમ બાયો સીએનજી ગેસ પ્લાન્ટનું સ્થાપન થતાં કુદરતી ગેસ ફેક્ટરી ધારકોને મળી રહે છે. જ્યારે આસપાસના ગ્રામજનો અને પશુપાલકોને પણ આ પ્લાન્ટની સ્થાપના થતાં નવી આવક મળી રહી છે. આશિષ ભાઈ પશુપાલકો પાસેથી છાણ અને કચરો ખરીદી ગેસનું નિર્માણ કરે છે. ત્યાર બાદ બચેલ ગોબરને ખાતર રૂપે વેચે છે જેને ગુજરાતના મોટા ભાગના ખેડૂતો ખરીદે છે. પ્લાન્ટના સંસ્થાપકનું કહેવું છે, આ એક એવું કાર્ય છે જેમાં ખેડૂત, ડેરી સંચાલક, ખાદ્ય ઉદ્યોગ અને છોડના માલિકો સહિત ઘણા લોકો લાભ લે છે. જિલ્લાના આજુબાજુના કારખાનાઓમાં ઓછા ભાવે આ ગેસ પૂરો પાડવામાં આવે છે. ગુજરાતનો સૌથી મોટો વ્યાપારી બાયોગેસ પ્લાન્ટ છે. આજના સમયને ધ્યાનમાં રાખીને, આ એક મોટો અને નફાકારક વ્યવસાય છે.