New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/14123025/maxresdefault-161.jpg)
ખેડા જિલ્લાના નડીઆદ ખાતે નેશનલ હાઇવે નંબર 8 પર ડભાણ ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના માતરથી નડિયાદ આવતી કારને ડભાણ ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરીટીની પેટ્રોલિંગ ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ તો નડિયાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories