આજે ખેડા જિલ્લા પંચાયતની સમાન્યસભા મળી હતી જેમાં નવી સમિતિઓની રચના કરી 13 જેટલા કામોને સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે સભા દરમિયાન જ મહુધાના કોંગી ધારાસભ્ય દ્વારા અધિકારીઓ દ્વારા લાંચ માંગવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા તો શાસક ભાજપના જ આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેને આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા લાંચ માંગી બિલો અટકાવતા હોવાના આક્ષેપ કરી પોતે પક્ષ અને જિલ્લા પંચાયત સદસ્ય માંથી રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારવા માં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે
આજે ખેડા જિલ્લા પંચાયત મિટિંગ હોલમાં બપોરે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ચાર જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા ત્યારે શાસક પક્ષના પ્રમુખ નયનાબેન પટેલની અધ્યક્ષતામાં સભા યોજાઈ હતી જેમાં નવી સમીતિઓ ની રચના કરી નવા ચેરમેનો સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી સાથે 13 જેટલા કામોને મંજુર સર્વ સંમતિથી મંજુર કરવામા આવ્યા હતા જોકે મહુધા ધારાસભ્ય અને શાસકના જ આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા અધિકારીઓ અને શાસક પક્ષ ગંભીર લાંચ માંગવાના આક્ષેપો કરવામાં આવતા સભા સ્તબ્ધ થઈ ગઈ હતી આક્ષેપોને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
ખેડા જિલ્લા પંચાયત ની સામાન્ય સભા દરમિયાન જ મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે સરકારી યોજના ના કામો માટે આયોજન અધિકારી દ્વારા એક લાખ ની માંગણી કર્યા ના આક્ષેપો કર્યા હતા અને ગરીબોને યોજનાના લાભો માટે પણ અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા તે જ દરમિયાન ભાજપના જી.પ.સભ્ય અને આગલી ટર્મમાં આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવિણસિંહ રાઠોડ દ્વારા આઉટ સોરસિંગ ના બિલો માટે પણ લાંચ માંગવામાં આવે છે જે ન આપવાને લઈ ફિક્સ માં કામ કરનાર કર્મચારીઓના પગાર ત્રણ માસથી થયા નથી સાથે તે અધિકારી સસ્પેન્ડ હોવાછતાં તેને આ જગ્યાએ મુક્યા છે તેવા આક્ષેપો કરી પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા ભાજપ અને જિલ્લા પંચાયતમાંથી રાજીનામુ આપવાની ચીમકી આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે