ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતી કાલથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે જ્યારે સુરત જિલ્લાના નાગરિકોને હાલ દર્શન માટે પરમિશન આપવામાં નહીં આવે. ગુજરાત રાજ્યના ભક્તોએ ઓનલાઇન રણછોડજીના દર્શન કરવા હોય તો બુકિંગ કરાવવું પડશે. જ્યારે ઓનલાઇન બુકિંગ બાદ ટોકન હશે તો જ મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે.
જ્યારે ડાકોર સહિત ખેડા જિલ્લાની અંદર કોરોનાનો રાફડો ફાટયો છે. ત્યારે ફરી એક વખત ડાકોર મંદિરને ખોલવાનો મોટો નિર્ણય ડાકોર ટેમ્પલ કમીટિ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઇ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મંદિરની અંદર દર્શન કરવા આવતા લોકો અને ભક્તો માટે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ તેમજ તેને ટાઈસ માંથી પસાર થવું અને થર્મો સ્કેનિંગ કરી ભક્તોને રણછોડજીના દર્શન કરવા પડશે.