ખેડા : આરટીઓ કચેરીમાં એજન્ટો પર પ્રવેશબંધી, મહિલા અધિકારીની કડક કાર્યવાહી

ખેડા : આરટીઓ કચેરીમાં એજન્ટો પર પ્રવેશબંધી, મહિલા અધિકારીની કડક કાર્યવાહી
New Update

નડિયાદ આરટીઓ કચેરીમાં નવનિયુક્ત મહિલા

અધિકારીએ ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ

લોકો પાસે થી પૈસા પડાવતા એજન્ટો પર ગાજ વરસાવી હતી. મહિલા અધિકારીએ એક એજન્ટની બેગ જપ્ત કરી અને અન્ય એજન્ટોને કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ

ફરમાવી દીધો છે. અને કામકાજ અર્થે આવતા અરજદારોને સીધા આરટીઓ અધિકારીઓ સાથે સંપર્ક

કરવા જણાવ્યુ હતું. જેથી લોકોમાં ખુશી જોવા વ્યાપી ગઈ છે.

નડિયાદ આરટીઓ કચેરી પર એજન્ટ

નડિયાદની આરટીઓ કચેરીમાં આવતા અરજદારોને હવે પરવાનગી વિના કામ કરતાં અને લોકો પાસે રૂપિયા એંઠતા એજન્ટોથી છૂટકારો મળી ગયો છે. નવનિયુક્ત આરટીઓ કચેરીના મહિલા અધિકારીએ ફરજ નિભાવતાની સાથે જ બેફામ એજન્ટોને સબક શિખવાળ્યો છે. અને કચેરીમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોમવારના રોજથી મહિલા અધિકારી વી.એચ.યાદવે જવાબદારી સંભાળી હતી. અને બીજા જ દિવસે એક એજન્ટની બેગ જપ્ત કરી લીધી હતી. અને બેગ પોલીસને સોંપી દીધી હતી.

એજન્ટોથી પરેશાન થઈ મહિલા અધિકારીએ કડક વલણ અપનાવ્યું હતું. અવારનવાર કામર્થે આવતા અરજદારો

પાસેથી માતબર રકમ વસુલતા એજન્ટોથી પ્રજા ત્રાસી ગઈ હતી. પરંતુ મજબૂરીના માર્યા

અરજદારો એજન્ટોનો સહારો લેતા હતા. અને એજન્ટો લોકો પાસેથી બેફામ રૂપિયા વસુલતા

હતા. ત્યારે મહિલા અધિકારીના આ નિર્ણયની લોકો સરાહના કરી રહ્યા છે. એક તરફ

પ્રતિબંધથી એજન્ટોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ

ખેડા જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ છે. મહિલા અધિકારી વી.એચ.યાદવે

અરજદારોને એજન્ટથી દુર રહી કચેરીનો સીધો સંપર્ક કરવા કહ્યું છે. અને કોઈ એજન્ટ

પૈસા પડાવે અથવા અરજદારોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરશે કે કચેરીમાં દાખલ થશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરી કડક

કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચરી છે. 

#RTO #Kheda
Here are a few more articles:
Read the Next Article