કેન્દ્ર સરકારે દેશમાં લાગુ કરેલાં કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડુતોએ આંદોલનનો પ્રારંભ કર્યો છે. ખેડુતોને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવતો નહિ હોવાથી તેમણે સિંધુ બોર્ડર પર ધામા નાંખ્યા છે. આંદોલનમાં ભાગ લેવા માટે ગુજરાતથી પણ ખેડુતો પહોંચી ગયાં છે…..
કેન્દ્ર સરકારના કૃષિ કાયદા રદ્ કરવાની માગણી સાથે ગુજરાતના ખેડૂતોએ દિલ્હીમાં પડાવ નાખ્યો છે. ગુરુવારે બપોરે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના દિલ્હી બોર્ડર પર બેઠક યોજાઈ હતી. જેમાં આગામી ૧૫ દિવસોમાં ગુજરાતમાંથી ૧૦ હજાર ખેડૂતો દિલ્હી પહોંચે તેવું આયોજન કરાયું છે.અને સાથે જ્યા સુધી કૃષિ કાયદો પાછો ના ખેંચાઈ ત્યાં સુધી આ આંદોલનને સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડુતોએ ગુજરાતના પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી આંદોલનકારી ખેડુતોનો જુસ્સો વધાર્યો હતો.