/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/2018_6large_Fraud_scam-1.jpg)
એક બાદ એક ગુજરાતમાં કૌભાંડ બહાર આવતા અનેક લોકોના રૂપિયા ડૂબ્યા
કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે. રોકાણ પર વળતર આપવાની લાલચ આપી ગ્રાહકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવામાં આવ્યું છે. જે મામલે કંપનીના ભોગબનનાર એજન્ટ વાડજ પોલીસ મથકમાં કંપની સામે ફરિયાદ કરવા પહોંચયા છે.
કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કરેલ કરોડોના કૌભાંડ મામલે કંપનીના એજન્ટો પોલીસ મથક પહોંચ્યા છે. કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રોકાણ કરોને કંપનીમા રોકાણનું ઊંચું વળતર આપવની લાલચ આપી અનેક લોકોના રૂપિયા લીધા છે. વાડજમાં પોલીસ ફરિયાદ બાદ આજે મોટી સંખ્યામાં એજન્ટો પણ કિમ કંપની સામે ફરિયાદ કરવા પહોંચ્યા છે.કંપની દ્વારા રાજ્યના અનેક શહેરોમાં ઓફિસ ખોલી અને રોકાણના નામે રૂપિયા લીધા છે. ચેઇન સ્વરૂપે આ કંપનીમાં પણ એજન્ટો અન્ય લોકોને લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.
હાલ તો વાડજ પોલીસે કંપનીના તમામ એજન્ટોના નિવેદનો નોંધી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ એક બાદ એક ગુજરાતમાં કૌભાંડ બહાર આવતા અનેક લોકોના રૂપિયા ડૂબ્યા છે. ત્યારે હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય જ બતાવશે.