કિંજલ દવેનાં 'ફૂલ ગજરો' ગીત ઉપર ખેલૈયા આવી ગયા તાનમાં, મચાવી ગરબાની ધૂમ

New Update
કિંજલ દવેનાં 'ફૂલ ગજરો' ગીત ઉપર ખેલૈયા આવી ગયા તાનમાં, મચાવી ગરબાની ધૂમ

અમદાવાદમાં કિંજલ દવેએ એક ખાનગી ગરબામાં હાજરી આપતાં ખેલૈયાઓને મઝા પડી હતી

હાલ ગુજરાતભરમાં નવરાત્રિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈ ગુજરાતીઓનાં માથે જાણે ગરબાનો ફિવર ચાલી રહ્યો છે. અને તેમાંય જો પોતાનાં ચાહિતા ગુજરાતી કલાકાર જો ગરબાનાં સ્ટેજ ઉપરથી સુરાવલી રેલાવતા હોય ત્યારે લોકો સાચે જ મન મુકૂને ઝૂમી ઉઠતા હોય છે.

ખાસ કરીને ગુજરાતી કલાકારો ફાલ્ગુનિ પાઠક, એશ્વર્યા મજમુદાર કે કિંજલ દવે જેવા સિંગર જ્યાં ઉપસ્થિત હોય ત્યાં યુવાઓનો થનગનાટ વધુ જોવા મળે છે. બીજા નોરતે કિંજલ દવેએ અમદાવાદનાં એક પાર્ટીપ્લોટ ખાતે નવરાત્રિમાં ખેલૈયાઓમાં જોશ જગાવ્યો હતો. તેણે ખાનગી ગરબામાં 'ફૂલ ગજરો' ગીત ગાતાં જ ખેલૈયાઓ જાણે તાનમાં આવી ગયા હતા.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.