કોવિડ-19 : રાજ્યમાં આજે 3085 નવા કેસ નોધાયા, 36 દર્દીના મોત

કોવિડ-19 : રાજ્યમાં આજે એક હજારથી પણ ઓછા કેસ નોધાયા, 3004 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
New Update

રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. રાજ્યમાં આજે 3,085 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 36 દર્દીના કોરોનાથી મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9701 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 10007 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 7,32,748 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55548 પર પહોંચ્યો છે. જેમાંથી 594 દર્દી વેન્ટિલેટર પર અને 54954 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.82 ટકા છે.

અમદાવાદ કોપોરેશન 362, વડોદરા કોપોરેશન 362, સુરત કોપોરેશન 227, સુરત 172, વડોદરા 164, રાજકોટ કોપોરેશન 120, જુનાગઢ કોપોરેશન 113, જુનાગઢ 99, સાબરકાંઠા 94, કચ્છ 83, પંચમહાલ 82, અમરેલી 76, ભરૂચ 71, મહેસાણા 71, બનાસકાંઠા 69, ખેડા 65, આણંદ 64, ભાવનગર કોપોરેશન 64, રાજકોટ 63, પોરબંદર 62, જામનગર કોપોરેશન 55, નવસારી 49 વલસાડ 49,  દેવભૂમિ દ્વારકા 47, અરવલ્લી 43, પાટણ 42, ગાાંધીનગર કોપોરેશન 38, જામનગર 36, ગીર સોમનાથ 34, ભાવનગર 31, મહીસાગર 30, ગાાંધીનગર 29, દાહોદ 27, સુરેન્દ્રનગર 20, નર્મદા 18, અમદાવાદ 16, છોટા ઉદેપુર 14, મોરબી 11, તાપી 10, બોટાદ 2 અને ડાંગમાં 1 કેસ સાથે કુલ 3085 નવા કેસ નોંધાયા છે. 

અમદાવાદ કોપોરેશન 6, વડોદરા કોપોરેશન 3, સુરત કોપોરેશન 2, સુરત 5, વડોદરા 2, રાજકોટ કોપોરેશન 0, જુનાગઢ કોપોરેશન 0, જુનાગઢ 1, સાબરકાાંઠા 0, કચ્છ 1, પંચમહાલ 1, અમરેલી 1, ભરૂચ 1, મહેસાણા 2, બનાસકાાંઠા 1, ખેડા 0, આણંદ 1 , ભાવનગર કોપોરેશન 1, રાજકોટ 0, પોરબાંદર 0, જામનગર કોપોરેશન 2, નવસારી 0, વલસાડ 0, દેવભૂમી દ્વારકા 0, અરવલ્લી 0, પાટણ 1, ગાાંધીનગર કોપોરેશન 0, જામનગર 0, ગીર સોમનાથ 0, ભાવનગર 1, મહીસાગર 1, ગાાંધીનગર 0, દાહોદ 2, સુરેન્દ્રનગર 0, નર્મદા 0,  અમદાવાદ 0, છોટા ઉદેપુર 0, મોરબી  0, તાપી 0, બોટાદ 0 અને ડાંગમાં 1  મોત  સાથે કુલ 36  મોત નોંધાયા છે. 


રાજ્યમાં આજે કુલ  2,19,913 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  91.82 ટકા છે.

#Connect Gujarat #Covid 19 #CMO Gujarat #Gujarat Corona Virus #Gujarata #gujarat fight corona
Here are a few more articles:
Read the Next Article