Connect Gujarat
Featured

કચ્છ : બિસ્લેરી કંપની દ્વારા શિક્ષકની મજાક ઉડાવતી જાહેરાત દર્શાવાઈ, જુઓ પછી ભુજના આચાર્યએ શું કર્યું..!

કચ્છ : બિસ્લેરી કંપની દ્વારા શિક્ષકની મજાક ઉડાવતી જાહેરાત દર્શાવાઈ, જુઓ પછી ભુજના આચાર્યએ શું કર્યું..!
X

દેશની ખ્યાતનામ શુદ્ધ પાણીનો વ્યવસાય કરતી બિસ્લેરી કંપની દ્વારા હાલ એક નવી જાહેરાત આપવામાં આવી રહી છે. આ જાહેરાતમાં એક શિક્ષક સામે ઊંટનું ઘણ બેઠેલું જોવા મળે છે. જેમાં એક ઊંટ દ્વારા શિક્ષકને માસ્ટરજી શબ્દથી સંબોધિત કરવામાં આવ્યા છે. તેની સાથે કોન્ટેક્ટ લેસ પાણી પીવાનું જણાવી, આટલી પણ ખબર નથી પડતી તમને, એવું કહી એક ઊંટને શિક્ષકનો મજાક ઉડાવતા દર્શાવાયો છે.

સમગ્ર મામલે ભુજની કેરા માધ્યમિક શાળાના આચાર્ય બ્રિજેશ ઠક્કરે રોષપૂર્વક જણાવ્યું હતું કે, શાળાના શિક્ષકને સમાજનું અભિન્ન અંગ માનવામાં આવે છે, ત્યારે એક શિક્ષક પ્રત્યે આવી મજાક અશોભનીય હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, શિક્ષકોના આ મજાક વિશે બિસ્લેરી કંપનીના કોલ સેન્ટરમાં ફોન મારફતે નારાજગી નોંધાવી છે. તો સાથે જ કંપનીના ફોન નંબર પર મિસ કોલ કરીને વિરોધ દર્શાવવા પણ સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી છે. આગામી દિવસોમાં બિસ્લેરી આ જાહેરાતને ટીવી કે, જાહેર માધ્યમો પરથી દૂર નહિ કરે તો કોર્ટમાં બિસ્લેરી કંપની વિરુદ્ધ પીઆઇએલ દાખલ કરવાની પણ આચાર્ય બ્રિજેશ ઠક્કરે ચીમકી ઉચ્ચારી છે.

Next Story