/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/16085716/vvv-2.jpg)
ભારતના ઉપરાષ્ટ્રપતિ
વેંકૈયા નાયડુએ કચ્છના ધોરડો ખાતે સફેદ રણની મુલાકાત લીધી હતી. કચ્છી ગાડામાં સવાર
થઈ રણની ચાંદની માણી હતી. સફેદ રણની રોનક જોઈને ઉપરાષ્ટ્રપતિ ફિદા થઈ ગયા હતા.
ઉપરાષ્ટ્રપતિ
વેંકૈયા નાયડુએ ધોરડો ખાતે સફેદ રણની મુલાકાત દરમ્યાન કચ્છના કારીગરોને લગતા વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. વેંકૈયા નાયડુના
હસ્તે વિધિવત રણોત્સવને ખુલ્લો મુકાયો હતો. આ વેળાએ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, આફ્રિકાના મહેમાનો
પણ હાજર રહ્યા હતા. સાથે સાથે ગુજરાત પ્રવાસન વિભાગની પુસ્તિકાનું વિમોચન કરાયું
હતું. તેમની સુરક્ષામાં રેન્જ આઈજી, એસપી સાથે
સુરક્ષાબળના જવાનો ખડેપગે હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ નાયડુએ જણાવ્યું હતું કે, કચ્છનું રણ અને અહીંની સંસ્કૃતિ અદભુત
છે. કચ્છના રણોત્સવનો પ્રારંભ કરાવીને ખુશહાલી
વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છના રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનેરો નજારો છે. સફેદ રણમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા બાદકચ્છી શાહી ભોજનની લિજ્જત પણ માણી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી વાસણ આહીર, જવાહર ચાવડા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ, નીમાબેન, કલેક્ટર એમ.નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.