કચ્છ: ભુજ શહેરમાં હિટ વેવ ,જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી

કચ્છ: ભુજ શહેરમાં હિટ વેવ ,જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી
New Update

ઉનાળાનો આરંભ થતાની સાથે જ કચ્છમાં હિટવેવ જેવી પરિસ્થિતિ શરૂ થઈ જતા કચ્છીઓ પરસેવે રેબઝેબ બન્યા છે, ભુજ શહેરમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીની આસપાસ રહે છે જેનાથી આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

Watch Video : https://fb.watch/4yPRIR8m0g/

કચ્છના મુખ્ય મથક ભુજમાં ચાલુ વર્ષે ઉનાળાના પ્રારંભે જ અસહ્ય ગરમી પડી રહી છે સૂર્ય નારાયણ દેવ પણ જાણે કચ્છ પર પોતાનો પ્રકોપ વર્તાવી રહ્યા છે. બપોરના સમયે અસહ્ય તાપના કારણે કચ્છીઓ ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે હવામાન વિભાગે ભુજમાં હિટવેવની આગાહી કરી હતી જે સાચી ઠરી છે શહેરમાં મહત્તમ 41 થી 42 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે. આગામી અઠવાડિયા સુધી આ પ્રકારે મહતમ તાપમાન રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

#Kutch #heat wave #Connect Gujarat News #Metrological Department
Here are a few more articles:
Read the Next Article