કચ્છ: દરિયાઈ સીમાથી આઠ પાકિસ્તાની રૂ 150 કરોડની કિંમતના 30 કિલો હેરોઇન સાથે ઝડપાયા

New Update
કચ્છ: દરિયાઈ સીમાથી આઠ પાકિસ્તાની રૂ 150 કરોડની કિંમતના 30 કિલો હેરોઇન સાથે ઝડપાયા

ભૂમિ અને દરિયાઈ સરહદ ધરાવતા પાકિસ્તાનને અડીને આવેલા કચ્છ જિલ્લામાં અનેક વખત પાકિસ્તાની ઘૂસણખોરો પકડાતા હોય છે. જ્યારે આજે ફરી એકવાર ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુકત સર્ચ-ઓપરેશનમાં આઠ પાકિસ્તાની રૂ.1.50 કરોડની કિંમતના 30 કિલો ડ્રગ્સના જથ્થા સાથે પકડાયાનું સામે આવ્યું છે.

પાકિસ્તાનીઓ દરિયાઇ માર્ગે નશીલા પદાર્થ સાથે આવી રહ્યાની ગુપ્ત માહિતી ગુજરાત એટીએસ અને ડેપ્યુટી એસપી ભાવેશ રોજિયા અને દ્વારકા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતીપરંતુ દરિયાઇ વિસ્તાર ભારતીય તટ રક્ષકદળની અંદર આવતો હોવાથી કોસ્ટગાર્ડની મદદ સાથે સંયુક્તપણે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતુંજેમાં આઠ પાકિસ્તાની એક બોટ અને 30 કિલો ડ્રગ્સ સાથે પકડાયા છે. પકડાયેલા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ.150 કરોડ મનાઈ રહી છે. જ્યારે પકડાયેલા ઘૂસણખોરોની પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો કચ્છના જખૌ બંદર પર ડિલિવરી કરવાનો હતો. આ જથ્થો લેનાર શખસનું નામ કોસ્ટગાર્ડને મળી ગયું હોવાનું જાણવા મળ્યું છે

Latest Stories