કરછ: પરપ્રાંતિય શ્રમિકોને પણ અપાશે કોરોના સામે કવચ, જુઓ આરોગ્ય વિભાગ શું કરશે કામગીરી

New Update
કરછ: પરપ્રાંતિય શ્રમિકોને પણ અપાશે કોરોના સામે કવચ, જુઓ આરોગ્ય વિભાગ શું કરશે કામગીરી

કચ્છમાં પરપ્રાંતીય શ્રમજીવીઓને પણ કોરોના વેકસીન આપવામાં આવશે જે માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઘડવામાં આવ્યું છે.

રાજ્યના સૌથી વિશાળ જિલ્લા કચ્છમાં મોટી સંખ્યામાં ઉધોગો આવેલા છે તેમજ બે પોર્ટ પણ છે જ્યાં ગુજરાત બહારથી લોકો મજૂરી કામ માટે આવે છે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે હવે કચ્છમાં પરપ્રાંતીય વ્યક્તિઓનું વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક કુમાર માઢકે જણાવ્યું હતું કે,અત્યારસુધી અબડાસામાં સાંધી કંપની, લખપતમાં પાંધ્રો જીએમડીસી તેમજ કંડલા પોર્ટ અને ગાંધીધામના ઉધોગગૃહોમાં પરપ્રાંતિયોને રસી અપાઈ છે હવે અંજારમાં વેલ્સપન તેમજ ભુજ તાલુકાની કંપનીઓમાં પરપ્રાંતિયોને રસી અપાશે તબક્કાવાર સમગ્ર જિલ્લામાં જીઆઇડીસી અને ઉધોગોમાં કામ કરતા મજૂરોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

પીએમ મોદીએ ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો, દેશના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા,

નરેન્દ્ર મોદી આજે 25 જુલાઈના રોજ દેશના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા હતા. પીએમ મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

New Update
પીએમ મોદી

નરેન્દ્ર મોદી આજે 25 જુલાઈના રોજ દેશના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા હતા. પીએમ મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

અત્યાર સુધી જવાહરલાલ નેહરુ સૌથી લાંબા સમય સુધી (16 વર્ષ 286 દિવસ) વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે. ઇન્દિરા ગાંધી 4077 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે પીએમ મોદી 4078 દિવસ સુધી આ પદ પર રહ્યા છે.

વડા પ્રધાન મોદી ઓક્ટોબર 2001 થી મે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમણે સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. હવે તેમણે વડાપ્રધાન બનીને એક રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી 2014થી તેમના પદ પર છે. તેમણે 25 જૂલાઈ 2025ના રોજ તેમના કાર્યકાળના 4078 દિવસ પૂર્ણ કર્યા છે. આ રીતે મોદીએ ઇન્દિરા ગાંધીને પાછળ છોડી દીધા છે.

દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા ત્રણ નેતાઓ

પંડિત નહેરુ 15 ઓગસ્ટ 1947 થી 27 મે 1964 સુધી વડાપ્રધાન રહ્યા હતા. તેઓ લગભગ 16 વર્ષ અને 9 મહિના સુધી આ પદ પર રહ્યા હતા. ઇન્દિરા ગાંધી 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 સુધી વડાપ્રધાન હતા. તેમણે 11 વર્ષ અને 2 મહિના સુધી સતત આ પદ પર રહીને એક રેકોર્ડ બનાવ્યો હતો પરંતુ હવે વડાપ્રધા