કચ્છ : લાભ પાંચમના શુભ દિવસે વેપારીઓએ કર્યું "કાંટા પૂજન"

New Update
કચ્છ : લાભ પાંચમના શુભ દિવસે વેપારીઓએ કર્યું "કાંટા પૂજન"

આજે લાભ પાંચમના શુભ દિવસે કચ્છ જિલ્લાના ભુજ શહેરના જથ્થાબંધ બજારમાં વેપારીઓ દ્વારા "કાંટા પૂજન" કરી પોતાના વેપાર ધંધાની શરૂઆત કરવામાં આવી હતી.

કારતક માસના શુક્લ પક્ષમાં આજે પંચમી તિથિ છે. આ તિથીને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમાં ચોક્કસ લાભ થાય છે. લાભ પાંચમ માટે એવું કહેવાય છે કે, આખો દિવસ વણજોયુ મુહૂર્ત હોવાથી આખો દિવસ શુભ ગણાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી કરીને તેમના માટે આ નવું વર્ષ લાભદાયી નીવડે.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

દિવાળીના વેકેશન બાદ આજે કચ્છ જિલ્લાના ભુજ શહેરના જથ્થાબંધ બજારમાં વેપારીઓ દ્વારા "કાંટા પૂજન" સાથે શાસ્ત્રોક્ત વિધિ સહિત પોતાના ધંધા રોજગારની શરૂઆત કરવામાં આવી હતી. કાંટા પૂજનના પ્રારંભે જ મગનો વેપાર થયો હતો, આ વેળાએ મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા.

Latest Stories