કચ્છ : નારાયણ સરોવર સેન્ચ્યુરીમાં ઉનાળો બન્યો આકરો, જુઓ ચિંકારાઓ માટે શું કરાય વ્યવસ્થા ?

કચ્છ : નારાયણ સરોવર સેન્ચ્યુરીમાં ઉનાળો બન્યો આકરો, જુઓ ચિંકારાઓ માટે શું કરાય વ્યવસ્થા ?
New Update

કચ્છમાં રણપ્રદેશ હોવાના કારણે ઉનાળો હંમેશા આકારો રહેતો હોય છે અને ખાસ કરીને પાણી અને ઘાસની તંગી વર્તાતા પશુઓ અને પક્ષીઓની હાલત કફોડી બની જાય છે ત્યારે નારાયણ સરોવર અભ્યારણ્યમાં વન વિભાગ તરફથી ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કચ્છમાં સરહદી લખપત તાલુકામાં આવેલાં નારાયણ સરોવર સેન્ચ્યુરીમાં 300 થી 350 ચિંકારા છે. હાલની ઉનાળાની સ્થિતિમાં ચિંકારાને તકલીફ ન પડે એ માટે વનવિભાગ દ્વારા વિવિધ પગલાંઓ ભરવામાં આવી રહયાં છે. કચ્છમાં ઘણી વન્યસંપદા આવેલી છે. કચ્છ જિલ્લામાં ઘોરાડ, ઘુડખર અને ચિંકારા અભયારણ્ય આવેલું છે. વાળાના નારાયણ સરોવરમાં 443 સ્કવેર મીટરમાં ચિંકારા અભયારણ્ય આવેલું છે વનવિભાગના છેલ્લા સર્વે પ્રમાણે અહીં 300 થી 350 ચિંકારા વસવાટ કરતાં હોવાનું જણાયું છે.

ક્ચ્છ પશ્ચિમ વનવિભાગના ડીસીએફ તુષાર પટેલે જણાવ્યું કે, નારાયણ સરોવર અભયારણ્ય વિસ્તારમાં હાલ 300 થી 350 ચિંકારા છે ઉનાળા દરમિયાન ચિંકારાને પાણીની તકલીફ ન પડે એ માટે પાણીના અવાડા ભરવામાં આવે છે. આ ઉપરાંત ઘાસ વાવેતર કરાયું છે જે અછત દરમિયાન કામ લાગે છે.કચ્છમાં ઘણી વન્ય સંપદા આવેલી છે ત્યારે સૌ નાગરિકોની ફરજ છે કે આપણી રાષ્ટ્રીય સંપત્તિ વન્ય સંપદાના જતન માટે સહિયારા પ્રયાસો કરીએ.

#summer #Kutch #Kutch Gujarat #Heat waves #Connect Gujarat News #Narayan Sarovar Century
Here are a few more articles:
Read the Next Article