કચ્છ : ભુજમાં 3 દિવસ પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, એક મહિલા સહિત 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ

કચ્છ : ભુજમાં 3 દિવસ પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, એક મહિલા સહિત 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ
New Update

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આરટીઓથી આત્મારામ સર્કલને જોડતા ભુજીયા રીંગરોડ પર 3 દિવસ પૂર્વે લૂંટનો બનાવ બન્યો હતો. જે કેસમાં બી’ ડિવિઝન પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.

publive-image

ગત તા. 15મી મેના રોજ રાત્રિના સમયે ફરિયાદી મોહમ્મદ હનીફ લુહાર આત્મારામ રીંગરોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડ પર એક મહિલા ઉભી હતી. તેણે ફરિયાદીને પોતાના ઘરે મુકી જવા વિનંતી કરી હતી. જેથી ફરિયાદી મહિલાને ભુજીયા રીંગ રોડ પર રામનગરી ખાતે મુકવા ગયા હતા, ત્યારે ગાડી ઉભી રાખી ત્યાં અન્ય ચાર શખ્સો પૂર્વ આયોજીત કાવતરા સાથે ઉભા હતા. મહિલા અને અન્ય 4 શખ્સોએ ભેગા મળીને છરીની અણીએ ફરિયાદીને માર મારી તેની પાસે રહેલ 20 હજારનો મોબાઈલ અને 1 હજાર રોકડા લૂંટી લીધા હતા. જે કેસમાં ફરિયાદીએ બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે પોલીસે આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ શોધવા આ પ્રકારની લૂંટમા અગાઉ સંડોવાયેલા આરોપીઓની પુછપરછ કરી મહિલાનો ગુનાહિત ઈતિહાસ ચકાસ્યો, જેના આધારે તેની અટક કરી પુછપરછ કરતા તેણે ગુનાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી. જોકે, મહિલાની ધરપકડ કરી પોલીસ રિમાન્ડમાં પુછતાછ કરતા અન્ય 4 શખ્સોના નામ ખુલ્યા હતા. જે આરોપીઓ મેહૂલ ઉર્ફે લડુ હરેશ ઠાકુર, જાવેદ ઉર્ફે બુઢા મિયાણા, સમીર ઉર્ફે ઈલુ અબ્દુલ સમેજા અને રોઝાન ઉર્ફે ધભનીયા અબ્દુલ શકુર સમેજાની ધરપકડ કરી લેવાઈ છે. જેઓ પાસેથી ધાડમાં ગયેલ 20 હજારનો મોબાઈલ અને રોકડ રકમ 1 હજાર કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી લેવાયો છે. અત્રે નોંધનીય છે કે, આરટીઓથી આત્મારામ સર્કલને જોડતા ભુજીયા રીંગરોડ તેમજ ભુજીયા ડુંગરમાં આવતા જતા પ્રવાસીઓ પાસેથી ચોરી, લૂંટના બનાવો પણ સતત વધી રહ્યા છે.

#Kutch #Bhuj #Robbery Case #KutchPolice
Here are a few more articles:
Read the Next Article