કચ્છ : ગેંગસ્ટર નિખિલ દોંગાને ભગાડવા માટે પોલીસે લીધાં 10 લાખ રૂપિયા

New Update
કચ્છ : ગેંગસ્ટર નિખિલ દોંગાને ભગાડવા માટે પોલીસે લીધાં 10 લાખ રૂપિયા

રાજયમાં ગુનાખોરી પર અંકુશ લાવવા માટે ગુજસીટોકનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે જે સંદર્ભમાં પોલીસ ગુંડાઓને પકડી જેલમાં પુરી રહી છે. ગોંડલના ગેંગસ્ટર નિખિલ દોંગાની ધરપકડ કરી તેને ભુજની જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જયાંથી તે બિમારીના બહાના હેઠળ જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો.

સારવાર દરમિયાન પોલીસને ચકમો આપી નિખિલ દોંગા ફરાર થઇ ગયો હતો. નિખિલ દોંગા ફરાર થઇ જતાં પોલીસની ઇજજત ધુળમાં મળી ગઇ હતી. પોલીસે ભારે જહેમત બાદ નિખિલ દોંગાને તેના સાગરિતો સાથે નૈનિતાલથી ઝડપી પાડયો છે. જી. કે. જનરલ હોસ્પિટલમાં જાપ્તામાં રહેલા પીએસઆઇ આર. બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રૂપજી રાઠોડની પુછતાછમાં અન્ય બે પોલીસ કર્મીની સંડોવણી સામે આવતા પીએસઆઇ એન. કે. ભરવાડ અને અલીમામદ ઓસમાણ લંઘાની ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ લેવાયા છે. આ પોલીસકર્મીઓ ઉપર 10 લાખ રૂપિયા લઇને નિખિલ દોંગાને ભગાડવાનો આરોપ લાગ્યો છે. ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને નાસવામાં મદદગાર બન્યાં હોવાનું પોલીસ તપાસમાં ખુલતા શુક્રવારે માધાપર નવાવાસના હાલાઇનગરમાં રહેતા આકાશ આર્ય તથા રાજકોટના સાપર(વેરાવળ)માં રહેતા ભરત રામાણીની પશ્ચિમ કચ્છ પોલીસે ધરપકડ કરી છે.આ અંગે રેન્જ આઇજી સંદિપસિંગ અને એસપી સૌરભસિંગે વધુ માહિતી આપી હતી.

Latest Stories