કચ્છ : ભુજમાં રૂ. 5.5 કરોડના ખર્ચે સ્પોર્ટસ સેન્ટર આકાર પામશે, રીડીંગ કમ સ્ટડી સેન્ટરનું પણ કરાશે નિર્માણ

New Update
કચ્છ : ભુજમાં રૂ. 5.5 કરોડના ખર્ચે સ્પોર્ટસ સેન્ટર આકાર પામશે, રીડીંગ કમ સ્ટડી સેન્ટરનું પણ કરાશે નિર્માણ

કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં રૂ. 5.5 કરોડના ખર્ચે 2.80 એકર જમીનમાં આવનારા સમયમાં ભુજ સ્પોર્ટસ સેન્ટર આકાર પામશે. ઉપરાંત 2.65 કરોડના ખર્ચે ભુજ રીડીંગ કમ સ્ટડી સેન્ટર પણ નિર્માણ પામનાર છે.

ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવી રહેલ વિકાસ કામો હેઠળ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા કચ્છના યુવાઓમાં રહેલ ક્ષમતાઓને ધ્યાને લેતાં ભુજ શહેરમાં સુવિધાયુક્ત અધત્તન ભુજ સ્પોર્ટ્સ સેન્ટર વિકસાવવા વિચારણા થઈ હતી. જે મુજબ સત્તામંડળની 36મી બોર્ડ બેઠકમાં ભુજના હીલ ગાર્ડનની બાજુમાં આવેલ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળની અંદાજીત 2.80 એકરની ખુલ્લી જમીનમાં ભુજ સ્પોર્ટ્સ સેન્ટર વિકસાવવા માટે સૈધાંતિક નિર્ણય લેવાયો છે. ભુજ સ્પોર્ટ્સ સેન્ટરની નક્શાઓ તથા ડીઝાઈન પ્રો-બોનો બેસીસ પર નિ:સ્વાર્થ ભાવે વિનામુલ્યે કચ્છ એસોસીએશન ઓફ સીવીલ એન્જીન્યરસ અને આર્કીટેક્ટસ દ્વારા તૈયાર કરાયા છે.

આ સંકુલમાં સ્વોસ, બેડમીંટન, ટેબલ ટેનીશ તથા બોર્ડ ગેમ્સ સહીતની ઈન્ડોર ગેમ્સ તથા લોન ટેનીસ, બાસ્કેટ બોલ, વોલીબોલ અને સ્વિમિંગ પુલ સહીતની રમતો  માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ સંકુલમાં યોગા, જીમ્નેશીયમ તથા નાના-મોટા પ્રસંગો માટે મલ્ટી પરપસ સ્પેસ માટેનું પણ આયોજન કરાયું છે. આ સ્પોર્ટ્સ સંકુલના બાંધકામનો અંદાજીત ખર્ચ રૂ. 5.5 કરોડ થવા જઈ રહ્યો છે. ભુજમાં રૂ. 2.65 કરોડના ખર્ચે રીડિંગ કમ સ્ટડી સેન્ટર ભાડા દ્વારા બનાવાશે. ઉપરાંત ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ ભાડા દ્વારા આવનારા સમયમાં આર.ટી.ઓ. રીલોકેશન સાઇટ નજીક રૂ. 2.65 કરોડના ખર્ચે ભુજ રીડીંગ કમ સ્ટડી સેન્ટર બનાવવામાં આવશે, ત્યારે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર સહીતની પ્રોસેસ કરવા માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરાયું છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળના અધ્યક્ષા તથા કલેક્ટર પ્રવીણા ડી. કે., તથા મુખ્ય કારોબારી અધિકારી અને મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Latest Stories