કચ્છ: ભુજવાસીઓ માટે ઉનાળો આકરો,જુઓ ક્યારે મળે છે પાણી

New Update
કચ્છ: ભુજવાસીઓ માટે ઉનાળો આકરો,જુઓ ક્યારે મળે છે પાણી

કચ્છનાં પાટનગર ભુજ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની રામાયણ શરૂ થઈ ગઈ છે શહેરની જરૂરિયાત સામે પૂરતું પાણી મળતું ન હોવાથી અમુક વિસ્તારોમાં લોકોને અઠવાડિયે પણ પાણી મળે છે.

ભુજ નગરપાલિકા વિસ્તારમાં દૈનિક 50 MLD પાણીની જરૂરિયાત છે જોકે તેની સામે નગરપાલિકાને 30 થી 35 MLD પાણી ઉપલબ્ધ થાય છે આ જથ્થો નર્મદા અને બોર આધારિત પાણીનો છે પાણી ઓછું હોવાથી  વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ભુજ શહેરમાં 11 વોર્ડ છે અને શહેરની અંદાજીત વસ્તી 3 લાખ જેટલી છે શિયાળા અને ચોમાસા દરમિયાન વાંધો નથી આવતો પણ ઉનાળામાં પાણીનો પ્રશ્ન પેચીદો બને છે દરરોજ 50 MLD પાણી ની જરૂરીયાત છે જોકે ઓછું પાણી મળતું હોવાથી જેના  અનેક વિસ્તારોમાં 3 થી 4 દિવસે પાણી વિતરણ કરાય છે તેવો નિખાલસ સ્વીકાર ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતે કર્યો હતો તેઓએ વધુમાં જણાવ્યું કે,પાણીની ઘટ નિવારવા માટે લાંબા ગાળાનું આયોજન કરાયું છે જેમાં નવી પાઇપો પાથરવી, નવા ટાંકા બનાવવા સહિતના કામો હાથ પર લેવાયા છે જોકે થોડા સમય સુધી વિતરણ વ્યવસ્થા ખોરવાયેલી રહેશે તેમાં પણ બેમત નથી,ગત વર્ષે તો ઉનાળામાં લોકડાઉન હતું પરંતુ આ વખતે અનિયમિત પાણી વિતરણથી નગરપાલિકામાં મોરચાનો ધસારો થશે તેવી શકયતા નકારી શકાતી નથી

Latest Stories