કચ્છ : કુકમા ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યાનું કારણ જાણી આપ પણ ચોંકી ઊઠશો..!

New Update
કચ્છ : કુકમા ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યાનું કારણ જાણી આપ પણ ચોંકી ઊઠશો..!

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે, જેમાં 2 શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂ અંગેની બાતમી આપતા યુવાનનું મોત નીપજાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 7મી સપ્ટેમ્બરના રોજ સવારના સુમારે કુકમા ગામે આવેલ કમલ હોસ્પિટલની પાછળના વિસ્તારમાંથી બાઈક ઉપર સવાર થઈ બે યુવાનો પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન અન્ય બે યુવાનોએ બાઇક થોભાવી તીક્ષ્ણ હથિયાર વડે બન્ને યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય યુવાનને ગંભીર ઇજાને પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સમગ્ર મામલે ફરિયાદી અને આરોપી પક્ષ ભેગા થયા હતા, ત્યારે બન્ને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેઓએ પોલીસને દારૂ અંગેની બાતમી આપતા બન્ને યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનું જણાવ્યુ હતું, ત્યારે ચોંકાવનારો ખુલાસો બહાર આવતા પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories