કચ્છ : કોરોનાના કેર વચ્ચે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં થયો વધારો

New Update
કચ્છ : કોરોનાના કેર વચ્ચે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં થયો વધારો

આ વર્ષે દેશમાં ઉનાળુ પાકમાં સારો વધારો થયો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે માહિતી આપી છે કે ઉનાળુ પાકમાં વાવણી ગયા વર્ષ કરતાં આ વર્ષે 21.5 ટકા વધારે છે. કુલ પાક વિસ્તાર 60 લાખ 67 હજાર હેક્ટરથી વધીને 73 લાખ 76 હજાર હેક્ટર થયો છે. ત્યારે ગુજરાતનાં કચ્છમાં પણ ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં વધારો થયો છે. આ વર્ષે જિલ્લામાં અંદાજે 28,655 હેકટરમાં વાવેતર નોંધાયુ છે જે ગત વર્ષેની તુલના 27 હજાર હેકટર સુધી સીમિત રહ્યું હતું

કચ્છમાં ગત વર્ષે ઉનાળુ સિઝન દરમિયાન અંદાજે 27 હજાર હેકટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર થયું હતું, જે સરખામણીએ આ વર્ષે અત્યારસુધીમાં અંદાજે 28,655 હજાર હેકટર વિસ્તારમાં ઉનાળુ પાક જેવા કે મગફળી, તલ, બાજરી, મગ, ઘાસચારા, અડદ, શાકભાજીનું વાવેતર થયું છે. આ વર્ષે પણ કચ્છમાં કમોસમી માવઠાનો વરસાદ થતા પાકને થોડી નુકશાની પણ પહોંચી હતી. જિલ્લામાં અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી, મુન્દ્રા, વાગડ, ભુજ, અંજાર સહિતના તાલુકાઓના ગ્રામ્ય પંથકમાં ઉનાળુ પાકનું વાવેતર થાય છે, ખાસ કરીને કોરોનાના વધતા કેસો અને સ્વૈચ્છિક લોકડાઉનની સ્થિતિ વચ્ચે ખેડૂતો ખેતરમાં પાક ઉગાડી રહ્યા છે. ઉપરાંત ગત વર્ષે સારો વરસાદ થવાથી ઉનાળુ પાકનું વાવેતર વધ્યું છે. આ વર્ષે ભુજ, અંજાર, રાપર અને ભચાઉમાં વધુ વાવેતર થયું છે.

Latest Stories