ક્ચ્છ: ટ્રેનોમાં મુસાફરોની સુવિધામાં થશે વધારો,જુઓ રેલ્વે વિભાગ દ્વારા શું લેવાયો નિર્ણય

ક્ચ્છ: ટ્રેનોમાં મુસાફરોની સુવિધામાં થશે વધારો,જુઓ રેલ્વે વિભાગ દ્વારા શું લેવાયો નિર્ણય
New Update

ક્ચ્છ અને મુંબઈ વચ્ચેની રેલ સેવામાં પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે,ભુજથી ઉપડતી ક્ચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરી ટ્રેનમાં નવા એલએચબી કોચ લગાડવામાં આવશે.

હાલમાં મુંબઈ તરફ જતી કચ્છની બંને ટ્રેનોમાં જુના કોચ છે જેમાં સુવિધાનો અભાવ હોવાથી મુસાફરો પરેશાન થાય છે જોકે હવે બંને ટ્રેનમાં નવા LHB કોચ લાગશે. જેમાં આધુનિક સુવિધાઓ હશે તેમજ પ્રવાસીઓ આરામદાયક મુસાફરી કરી શકશે હાલમાં મોટાભાગના કોચ ભુજ ખાતે આવી ગયા છે જેથી ટૂંક સમયમાં નવા કોચ ટ્રેન સાથે જોડી દેવાશે જેથી મુંબઈ જતા પ્રવાસીઓ આરામદાયક મુસાફરી માણી શકશે. કચ્છ એકસપ્રેસમાં તા. ૨૯/૩/૨૧ થી નવાં LHB કોચ જોડવામાં આવશે. લગભગ એકાદ મહીના બાદ સયાજી નગરી એકસપ્રેસમાં પણ LHB કોચ લાગશે.AC સુપરફાસ્ટ એકસપ્રેસમાં નવાં LHB કોચ લાગી ગયાં છે. ભારતભરમાં જે રૂટ પર 130 કીમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડતી હોય તે રૂટને એલએચબી કોચના નવા રેક એલોટ કરવામાં આવે છે. એલએચબી કોચ આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રાપ્ત કોચ હોય છે. આ કોચવાળી ટ્રેન સરેરાશ ૧૬૦ થી ૨૦૦ કિ.મી.પ્રતિ કલાકની ઝડપે દોડી શકવા સક્ષમ હોય છે. કોચના ડબ્બા સ્ટેનલેસ સ્ટીલના બનેલા હોય છે. ડિસ્ક બ્રેક સિસ્ટમ હોવાથી ટ્રેનની ઝડપ પર કાબૂ રાખી શકાય છે. જેથી પુરપાટ દોડતી ટ્રેનને સરળતાથી અચાનક રોકી પણ શકાય છે.

#Connect Gujarat #Kutch #Railway #couch #kutchexpress train
Here are a few more articles:
Read the Next Article