“વર્ષની છેલ્લી અમાસ” : કરનાળી-કુબેર ભંડારી મંદિર ક્યારે અને કેટલા કલાક ભક્તો માટે રહેશે બંધ, જાણો...!

New Update
“વર્ષની છેલ્લી અમાસ” : કરનાળી-કુબેર ભંડારી મંદિર ક્યારે અને કેટલા કલાક ભક્તો માટે રહેશે બંધ, જાણો...!

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરનો શાસ્ત્રમાં મહિમા ગવાયો છે. અમાસના રોજ અને તેમાં પણ ગ્રહણની અમાસના

રોજ નર્મદામાં સ્નાન, દર્શન અને કુબેર દાદાની પૂજા

પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે, ત્યારે આવનાર ગુરુવાર તા. ૨૬મીના રોજ વર્ષની છેલ્લી

અમાસ હોવાથી

આ દિવસે

કંકણાંકૃતિ નિમિતે

મંદિર સવારના

૮થી ૧૧ સુધી

ભક્તો માટે બંધ રહેશે.

ડભોઇ તાલુકાના કરનાળી

ખાતે આવેલા વિશ્વના એક માત્ર અને પુરાણખ્યાત કુબેર ભંડારી મંદિર ખાતે ગ્રહણ ટાણે પાળવાની ભારતીય સંસ્કૃતિ અને

સનાતન ધર્મ પ્રેરિત પરંપરાઓને અનુસરીને આગામી ગુરુવારના રોજ સવારના ૮થી ૧૧

વાગ્યાના સમગાળા પૂરતું મંદિર બંધ રહેશે. ગુરુવાર તા. ૨૬મી ડીસેમ્બ ના રોજ વર્ષની

છેલ્લી અમાસ છે અને આ દિવસે કંકણાંકૃતિ સૂર્યગ્રહણ પણ થવાનું છે. તે સિવાય તા. ૨૫મીની મધ્યરાત્રિના ૧૨

વાગ્યાથી તા. ૨૬મીની રાત્રીના ૧૨ વાગ્યા સુધી ૩ કલાક સિવાય ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે. ગ્રહણના ૩ કલાક

દરમિયાન નર્મદામાં પવિત્ર સ્નાનનો લાભ લેવા અને પ્રભુ પ્રાર્થના કરવા જણાવવાની

સાથે સ્નાન સમયે જૂના કપડાં, ચપ્પલ, પ્લાસ્ટિકની કોથળીઓ નદીમાં નહીં ફેંકી નર્મદા મૈયાને પ્રદૂષિત થતી અટકાવવા માટે અનુરોધ કરાયો છે.

Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ભડકોદ્રા ગામેથી ચોરી થયેલ બાઈક સાથે રીઢા બાઈકચોરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર

New Update
css
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર GIDC માં એશિયન પેઇન્ટ ચોકડી આસપાસ ફરે છે જેના આધારે પોલીસે વોચ ગોઠવતા આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરતા તેણે આ બાઈક ભડકોદરા નવી વસાહતમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી બાઈક કબ્જે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.