LICના IPOનું બુધવારે ખુલતાની સાથે જ બમ્પર ઓપનિંગ થયું છે. દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO સવારે 10 વાગ્યે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો અને તે માત્ર 2 કલાકમાં જ 36 ટકા સબ્સક્રાઈબ થયો છે. પોલિસી હોલ્ડર્સ માટે રિઝર્વ રાખવામાં આવેલ હિસ્સો ઓવર સબ્સક્રાઈબ થયો છે. તેનો અર્થ એ છે કે, આ ક્વોટા અંતર્ગત 1.20 ગણી બોલી લગાવવામાં આવી છે.

જોકે, એમાં 16,20,78,067 શેર વેચાણ માટે મૂકવામાં આવ્યા છે, અને અત્યાર સુધીમાં લગભગ 4 કરોડ શેર્સ માટે બોલી મળી ગઈ છે. કર્મચારીઓ માટેના રિઝર્વ હિસ્સામાંથી 43 ટકા, પોલિસી હોલ્ડર્સ માંથી 89 ટકા અને રિટેલ રોકાણકારોનો થી 28 ટકા હિસ્સો સબ્સ્ક્રાઇબ થયો છે. એમાં 9 મે સુધી પૈસા રોકવાની તક મળશે. કંપનીના શેર IPO બંધ થવાના એક સપ્તાહ પછી 17 મેના રોજ શેરબજારમાં લિસ્ટેડ થશે. કેન્દ્ર સરકારે LICનો IPO માંથી 21,000 કરોડ રૂપિયા એકઠા થવાની આશા છે.

IPO અંતર્ગત સરકાર કંપનીમાંથી પોતાના 22.13 કરોડ શેરનું વેચાણ કરી રહી છે, અને એના માટે કિંમત 902થી 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. LICના કર્મચારીઓને આ આઇપીઓમાં એપ્લાય કરવા પર 45 રૂપિયા પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે, અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી તેમણે એક લોટની એપ્લિકેશન પર 13560 રૂપિયા આપવા પડશે. રિટેલ રોકાણકાર અને LIC કર્મચારીઓને એક લોટ પર એપ્લાય કરવા પર 675 રૂપિયાની બચત પણ થશે.