Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ચા ગાળવાની ગરણી કાળી થઈ ગઈ છે? તો અપનાવો આ હેક્સ મિનિટોમાં થઈ જશે એકદમ ચકાચક....

ચા ગાળવાની ગરણી જલ્દીથી કાળી અને ગંદી થઈ જતી હોય છે. ગરણીનો દરેક ઘરમાં વધુને વધુ ઉપયોગ થતો જ હોય છે.

ચા ગાળવાની ગરણી કાળી થઈ ગઈ છે? તો અપનાવો આ હેક્સ મિનિટોમાં થઈ જશે એકદમ ચકાચક....
X

ચા ગાળવાની ગરણી જલ્દીથી કાળી અને ગંદી થઈ જતી હોય છે. ગરણીનો દરેક ઘરમાં વધુને વધુ ઉપયોગ થતો જ હોય છે. અને તેને સાફ કરવાની ખૂબ જ માથાકૂટ થતી હોય છે. ચા ની ગરણીને તમે મિનિટોમાં સાફ કરવાનું વિચારી રહ્યા છો તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે. ચાની ગરણીને ક્લીન કરવા માટે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે ગરણી પરની ગંદકી દૂર કરી શકશો...

ચાની ગરણીને બાળી ને પણ સાફ કરી શકાય છે. આ માટે તમે ગેસની ફ્લેમ ઓન કરો અને ગેસના બર્નર પર ગરણીને મૂકો. ત્યાર બાદ ગરણીમાં ફસાયેલી ગંદકી સાફ થઈ જશે. પછી ઠંડી કરવા માટે નોર્મલ વોટર કે ડિશવોશરમા મૂકી સ્ક્રબ કરીને સાફ કરી શકો છો.

બેકિંગ સોડાની મદદથી પણ તમે ગરણીમાં જામેલી ગંદકીને દૂર કરી શકો છો. આ માટે ગરમ પાણી કરો તેમાં બેકિંગ સોડા ઉમેરો. પછી મિક્સ આકરીને ગરણીને તેમાં પલાળી દો. આ ગરણીને 3 થી 4 કલાક માટે પલાળીને રાખો. પછી ગરણીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી મિનિટોમાં ગરણી સાફ થઈ જશે.

સફેદ સરકાની મદદથી ગરણી સાફ કરી શકાય છે. આ માટે તમે સફેદ સરકાને પાણીમાં નાખો અને મિક્સ કરો. પછી ગરણીને આ સફેદ સરકા વાળા પાણીની અંદર 3 થી 4 કલાક માટે પલાળી રાખો. પછી પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી ગરણીની બધી જ ગંદકી સાફ થઈ જશે.

બ્લીચ પણ ગરણીને સાફ કરવામાં માટેનો એક બેસ્ટ ઓપસન છે. આ માટે એક કપ પાણીમાં ¼ કપ બ્લીચ નાખો. હવે ગરણીને આ પાણીમાં નાખો. 20 મિનિટ સુધી તેને એમ જ રહેવા દો. પછી પાણીથી સાફ કરી લો.

Next Story