Connect Gujarat
લાઇફસ્ટાઇલ

જો તમારી પાસે નેઇલ પોલીસ રીમુવર નથી તો અજમાવો આ દેશી જુગાડ......જોત જોતામાં નેઇલ પોલીસ દૂર થઇ જશે

નખમાં નેઇલપોલીસ લગાવી દઈએ તો હાથ અને નખની સુંદરતા અનેક ગણી વધી જાય છે. પરંતુ ક્યારેક એવું થતું હોય છે

જો તમારી પાસે નેઇલ પોલીસ રીમુવર નથી તો અજમાવો આ દેશી જુગાડ......જોત જોતામાં નેઇલ પોલીસ દૂર થઇ જશે
X

નખમાં નેઇલપોલીસ લગાવી દઈએ તો હાથ અને નખની સુંદરતા અનેક ગણી વધી જાય છે. પરંતુ ક્યારેક એવું થતું હોય છે કે આપણે નેઇલ પેઈન્ટ તો કરી લીધા પણ હવે તેને કાઢવા માટે આપણી પાસે રીમુવર નથી તો શું કરવું!! પણ હવે ચિંતા કરવાની કે દોડીને નેઇલ રીમુવર લેવા જવાની જરૂર નથી. કારણ કે અમે તમને આજ એવી ટિપ્સ જણાવીશું જેનાથી સરળતાથી તમે તમારા નેઇલ પેઈન્ટને દૂર કરી શકશો.

· નેલ પોલીશથી છુટકારો મેળવવાનો આ પણ એક અસરકારક ઉપાય છે. તમે એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં લીંબુનો રસ ઉમેરો. પછી તે પાણીમાં હાથ બોળી રાખો આમ કરવાથી નેલ પોલીશથી છુટકારો મેળવી શકો છો. આની મદદથી તમારા નખ તરત જ સાફ થઈ જશે.

· જ્યારે પણ તમારે અચાનક તૈયાર થવું પડે અને ઘરમાં નેલ પોલિશ રિમૂવર ઉપલબ્ધ ન હોય, તો તમે તમારા કપડા સાથે મેચ થતી નેલ પોલિશ લગાવવા માટે ગરમ પાણીની મદદથી જૂના નેલ પેઇન્ટને દૂર કરી શકો છો. આ માટે થોડું પાણી ગરમ કરો. હવે નખને લગભગ 25 થી 30 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખો. આ રીતે, ધીમે ધીમે નેલ પેઇન્ટ દૂર થશે.

· જો તમારા ઘરમાં નેલ પોલિશ રિમૂવર નથી, તો તમે બેકિંગ સોડાની ટ્રિક પણ અપનાવી શકો છો. તમે ખાવાના સોડામાં ટૂથપેસ્ટ મિક્સ કરીને નખ પર લગાવો. તેનાથી તમારા નખ થોડા જ સમયમાં સાફ થઈ જશે.

· શું તમે જાણો છો કે નેલ પોલીશનો રંગ દૂર કરવાની આ એક નિન્જા ટેકનિક છે. નખ પર ટૂથપેસ્ટ લગાવો અને બ્રશથી હળવા હાથે ઘસો. તેનાથી નેલ પોલીશ નીકળી જશે.

· નેઇલ પોલીશ દૂર કરવા માટે વિનેગરનો ઉપયોગ કરવો એ એક ઘરેલું જુગાડ છે. એક બાઉલમાં થોડું વિનેગર લો વિનેગરમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરો અને તેને નખ પર લગાવો. તેનાથી તમારી નેલ પોલીશ સરળતાથી દૂર થઈ જશે. ત્યારબાદ 10 મિનિટ પછી ગરમ પાણીથી હાથ ધોઈ લો.

Next Story